Sunday 13 January 2013

સંસારના સુખ સ્વપ્ન જેવાં છે.


જૂનાગઢમાં શ્રીહરિએ કહ્યું, ‘ જે દેહનું સુખ ઇચ્છે
છે કે એ માટે જતન કરે છે તે સદા દુઃખી રહે છે,
પણ તેનો વિચાર તેને નથી. સંસારના સુખ
સ્વપ્ન જેવાં છે. સ્વપ્નસુખનું જતન
કરનારો બુદ્ધિશાળી કહેવાતો નથી.
બુદ્ધિમાં જેવો પાસ લગાવો તેવો લાગે ને
જીવની રુચિ પણ તેવી થઈ જાય. દેહ વધે તેમ
એ બુદ્ધિ વધે. બુદ્ધિ અનંત પ્રકારની છે, પણ
મોક્ષના કામમાં ન આવે તે બધી વ્યાવહારિક
બુદ્ધિ કહી છે. આ દેહમાં જીવ ન હોય ને ઉપર
વસ્ત્ર ન હોય તે મડદું કોઇ કામમાં આવતું
નથી, તેમ વ્યાવહારિક બુદ્ધિ, શબ તુલ્ય છે. ’

No comments:

Post a Comment