Sunday 13 January 2013

વચનામૃત 8 : ઈર્ષ્યાના રૂપનું

વચનામૃત 8 : ઈર્ષ્યાના રૂપનું
સંવત 1877ના શ્રવણ વદિ 12 દ્વાદશીને
દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ ગામ
શ્રીસારંગપુર મધ્યે
જીવાખાચરના દરબારમાં ઉત્તરાદે દ્વાર
ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન
હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ
કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ
મુનિ તથા દેશ-દેશના હરિભક્તની સભા ભરાઈને
બેઠી હતી.
પછી ચૈતન્યાનંદ સ્વામીએ પૂછ્યું જે, “હે
મહારાજ! ઈર્ષ્યાનું શું રૂપ છે?”
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,
“જેના હૃદયમાં માન હોય તે
માનમાંથી ઈર્ષ્યા પ્રવર્તે છે અને ક્રોધ,
મત્સર ને અસૂયા તે પણ માનમાંથી પ્રવર્તે
છે. અને ઈર્ષ્યાનું એ રૂપ છે જે, પોતાથી જે
મોટા હોય તો પણ તેનું જ્યારે સન્માન થાય
ત્યારે તેને દેખી શકે નહીં, એવો જેનો સ્વભાવ
હોય તેને એમ જાણવું જે,
આના હૈયામાં ઈર્ષ્યા છે. અને યથાર્થ
ઈર્ષ્યાવાળો જે હોય તે તો કોઈની મોટાઈને
દેખી શકે નહીં.”॥ ઇતિ વચનામૃતમ્ ॥8॥

No comments:

Post a Comment